એન્ડોસ્કોપી અને તપાસ
પ્રક્રિયાઓ અને તપાસ
નિદાન અને સારવાર માટેની એન્ડોસ્કોપી તથા પાચનમાર્ગ અને લીવરની તપાસ.
એન્ડોસ્કોપી
પાચનતંત્રની કેમેરા દ્વારા થતી તપાસ, જે નિદાન તેમજ સારવાર બંને માટે ઉપયોગી છે.
- અપર જી.આઈ. એન્ડોસ્કોપી
- મોં વાટે પાતળો, વળી શકે તેવો કેમેરા પસાર કરીને અન્નનળી, હોજરી અને નાના આંતરડાના શરૂઆતના ભાગની તપાસ કરવામાં આવે છે.
- કોલોનોસ્કોપી
- મોટા આંતરડાની કેમેરા દ્વારા તપાસ, જે લેટ્રીનમાં લોહી અને લાંબા સમયની આંતરડાની તકલીફોના નિદાન માટે કરવામાં આવે છે.
- બાળકોની એન્ડોસ્કોપી
- બાળકો માટે એન્ડોસ્કોપી દ્વારા તપાસ.
- નેરો બેન્ડ ઇમેજિંગ (NBI)
- એન્ડોસ્કોપનો ખાસ પ્રકારનો પ્રકાશ, જે અંદરની સપાટી અને રક્તવાહિનીઓની ઝીણી રચના વધુ સ્પષ્ટ બતાવે છે.
પિત્તનળી અને સ્વાદુપિંડ
પિત્તનળી અને સ્વાદુપિંડ માટેની અદ્યતન એન્ડોસ્કોપિક પ્રક્રિયાઓ.
- ઈ.આર.સી.પી. (ERCP)
- એન્ડોસ્કોપી અને એક્સ-રેની મદદથી પિત્તનળી અને સ્વાદુપિંડની નળીની તપાસ તથા સારવાર — જેમ કે પિત્તનળીમાંથી પથરી કાઢવી.
- એન્ડોસ્કોપિક અલ્ટ્રાસાઉન્ડ (EUS)
- છેડે નાનું અલ્ટ્રાસાઉન્ડ પ્રોબ ધરાવતા એન્ડોસ્કોપથી સ્વાદુપિંડ, પિત્તનળી અને પાચનમાર્ગની દીવાલની વિગતવાર તસવીર મળે છે.
કાર્યક્ષમતાની તપાસ
પાચનમાર્ગ કેવી રીતે કામ કરે છે તે માપતી તપાસ.
- ૨૪ કલાકનો pH સ્ટડી
- પાતળી નળી દ્વારા ૨૪ કલાક દરમિયાન અન્નનળીમાં ચડતા એસિડનું માપ લેવામાં આવે છે.
- મેનોમેટ્રી
- પાચનમાર્ગના સ્નાયુઓના દબાણ અને તાલમેલનું માપ લેવામાં આવે છે.
લીવરની તપાસ
લીવરની સ્થિતિ જાણવા માટેની તપાસ.
- ફાઇબ્રોસ્કેન
- શરીરની બહારથી થતો ઝડપી સ્કેન, જે લીવરની કઠણતા માપે છે.
- લીવર બાયોપ્સી
- લીવરનો નાનો નમૂનો લઈને માઇક્રોસ્કોપ હેઠળ તપાસવામાં આવે છે.
એન્ડોસ્કોપી પહેલાં
એન્ડોસ્કોપી માટે દર્દીએ ભૂખ્યા પેટે આવવું.
કન્સલ્ટેશન પછી ડોક્ટર જણાવશે કે તમારા માટે કઈ તપાસ કે પ્રક્રિયા જરૂરી છે.
હોસ્પિટલ સાથે વાત કરો
કન્સલ્ટેશન કે એન્ડોસ્કોપીની એપોઇન્ટમેન્ટ માટે અથવા ડોક્ટરની વિઝિટિંગ ઓ.પી.ડી. વિશે જાણવા માટે કૉલ કરો.
- પૂછપરછ
- 57260 00898